CM Atishi Resign: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ સીએમ આતિશીએ આજે પોતાનું રાજીનામું સુપરત કર્યું. મળતી માહિતી મુજબ, દિલ્હીના સીએમ આતિશી આજે સવારે 11 વાગે રાજ નિવાસ પહોંચ્યા અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પોતાનું રાજીનામું આપ્યું હતું.
ભાજપે દિલ્હીમાં સંપૂર્ણ બહુમત મેળવી
આતિશીએ ગત સપ્ટેમ્બરમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ લગભગ ચાર મહિનાથી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા છે.