MI vs CSK: IPL ઈતિહાસના સૌથી મોટા બ્લોકબસ્ટર મુકાબલા MI vs CSKની 2024 સીઝનની એક મેચ ગઈકાલે રવિવારે વાનખેડેના મેદાન પર રમાઈ હતી. આ મેચમાં CSKએ મુંબઈને 20 રનથી હરાવ્યું અને સિઝનની ચોથી જીત હાંસલ કરી હતી. આ મેચમાં ફેન્સના પૈસા વસૂલ હતા. માહીની હેટ્રિક સિક્સ બાદ મુંબઈના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માના બેટથી સદી પણ જોવા મળી પરંતુ હોમ ટીમ વિજય હાંસલ ન કરી શકી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ મુંબઈને જીતવા માટે 207 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સ્કોરનો પીછો કરતા મુંબઈએ શાનદાર શરૂઆત છતા 20 ઓવરમાં માત્ર 186 રન જ બનાવતા રોહિત શર્માની 105 રનની અણનમ ઇનિંગ એળે ગઈ હતી. જોકે રોહિતની હોમગ્રાઉન્ડ પરની આ ઇનિંગ સાથે હિટમેન સચિન તેંડુલકરના સ્પેશ્યલ ક્લબમાં પ્રવેશી ચૂક્યો છે.

રોહિત શર્મા સચિન તેંડુલકર બાદ IPLમાં સદી ફટકારનાર બીજો સૌથી મોટી ઉંમરનો ભારતીય બની ગયો છે. સચિને IPLમાં પોતાની એકમાત્ર સદી 2011માં કોચી ટસ્કર્સ કેરળ સામે ફટકારી હતી. તે સમયે સચિનની ઉંમર 37 અને 356 દિવસ હતી. ગઈકાલે રોહિત શર્માએ 36 વર્ષ 350 દિવસની ઉંમરે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આ સદી ફટકારી છે. 

મુંબઈ ટીમના આ બંને મહાનુભાવોની આ સદીમાં કુલ 3 સામ્યતાઓ હતી. આવો તેના પર એક નજર કરીએ –

-સચિન તેંડુલકર અને રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા આ સદી ફટકારી હતી.

-બંનેએ વાનખેડે સ્ટેડિયમમાં આ સદી ફટકારી હતી.

-આ બંને સદી મુંબઈ ઈન્ડિયન્સની હારેલી મેચમાં જ આવી.

જોકે આ જે ત્રીજો નાલેશીભર્યો રેકોર્ડ છે તે જ પ્રકારના બીજા ઘણા અનિચ્છનીય રેકોર્ડ પણ રોહિત શર્માએ સદીની સાથે પોતાના નામે કર્યા છે. ચાલો તેમના વિશે પણ જાણીએ –

રોહિત શર્મા રન ચેઝમાં સદી ફટકારનારીને પણ હારનાર ટીમનો એકંદરે ત્રીજો ખેલાડી બની ગયો છે. સદી છતા હારેલી ટીમ તરફથી અગાઉ યુસુફ પઠાણ અને સંજુ સેમસને સદી ફટકારી હતી.

IPLમાં રન ચેઝમાં સદી છતા હાર :

યુસુફ પઠાણ 100 (37), RR વિ MI, બ્રેબોર્ન 2010સંજુ સેમસન 119(63), RR વિ PBKS, વાનખેડે 2021રોહિત શર્મા 105* (63), MI vs CSK, વાનખેડે 2024

આમ IPLના ઈતિહાસમાં અણનમ રહીને રોહિતે અસફળ રન ચેઝમાં સર્વશ્રેષ્ઠ સ્કોર નોંધાવ્યો છે. IPLના ઈતિહાસમાં કોઈ બેટ્સમેન અસફળ રન ચેઝમાં સદી ફટકારીને અણનમ રહ્યો હોય તે આ પ્રથમ ઘટના છે.

આ સિવાય વધુ એક ખરાબ રેકોર્ડ રોહિત સાથે જોડાયો છે કે શર્માની IPL કારકિર્દીમાં પ્રથમ વખત એવું બન્યું છે કે તે ટાર્ગેટનો પીછો કરતી વખતે અણનમ રહ્યો હોય અને ટીમ હારી ગઈ હોય. આ મેચ અગાઉ લક્ષ્યનો પીછો કરતી વખતે 18 વખત રોહિત નોટઆઉટ રહ્યો હતો અને દરેક વખતે તેની ટીમ જીતી હતી.

IPLમાં અસફળ રન ચેઝમાં અણનમ રહીને સર્વોચ્ચ સ્કોર:

105* (63) – રોહિત શર્મા, MI vs CSK, 202495* (70) – કેએલ રાહુલ, PBKS vs RR, 201894* (55) – નમન ઓઝા, RR vs CSK, 201092* (62) – વિરાટ કોહલી, RCB vs MI, 201889* (44)- ડેવિડ મિલર, PBKS vs SRH, 2015

આ સદી સાથે રોહિત શર્મા ચેન્નાઈ સામે 100 રનનો આંકડો પાર કરનારો માત્ર જયસૂર્યા બાદનો બીજો ખેલાડી બની ગયો છે. શ્રીલંકાના વિસ્ફોટક બેટ્સમેને 2008માં ચેન્નાઈ સામે મુંબઈ માટે સદી પણ ફટકારી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *