Haridev Joshi Journalism and Mass Communication University : જયપુરના હરિદેવ જોશી જર્નાલિઝમ ઍન્ડ માસ કોમ્યુનિકેશન યુનિવર્સિટીમાં સુવિધાઓની માંગ કરી રહેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)ના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ પર ભાજપના બાંદીકુઈથી ધારાસભ્ય ભાગચંદ ટાંકડાએ ગાડી ચઢાવી દેવાની ધમકી આપી છે. યુનિવર્સિટીમાં યોજાયેલી એક બેઠક બાદ આ ઘટના સર્જાઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. 

ધારાસભ્ય ભાગચંદ ટાંકડા યુનિવર્સિટીના સિંડિકેટ સભ્ય તરીકે એક મીટિંગમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન એબીવીપીના કાર્યકર્તાઓએ કુલપતિ સચિવાલયનો ઘેરાવો કરી 7 માંગો સાથે પ્રદર્શન કર્યું હતું. ધારાસભ્ય ભાગચંદ ટાંકડા મીટિંગમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થી નેતાઓએ તેમની ગાડીને રોકીને તેમને આવેદનપત્ર આપવા માંગતા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *