Six Foreign Students Provides Free Education In Ahmedabad: આજના ગ્લોબલાઈઝેશન અને ડિજિટાઈઝેશનના યુગમાં શિક્ષણ તાતી જરૂરિયાત બન્યું છે. તેમ છતાં આજે પણ ભારતના ઘણા પછાત વિસ્તારોમાં બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત રહી જતાં હોય છે. આ સમસ્યાના નિવારણનો અનેરો પ્રયાસ માત્ર સ્થાનિકો જ નહીં, પરંતુ વિદેશી વિદ્યાર્થીઓ પણ કરી રહ્યા છે. છ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમદાવાદના પછાત વિસ્તારોમાં ગરીબ બાળકોને પાયાનું શિક્ષણ પૂરુ પાડવા સ્ટ્રીટ એજ્યુકેશન પહેલ ‘પ્રયાસ’માં જોડાયા છે. કર્મા ફાઉન્ડેશન સાથે મળી જાપાન, તાઈવાન, મોરોક્કો, રોમાનિયા અને કેન્યાના છ વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી પાયાનુ શિક્ષણ આપી રહ્યા છે.

શિક્ષણ ક્ષેત્રે અસમાનતા

આજે ભારતમાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. જો કે, હજી સંપૂર્ણપણે સાક્ષરતા હાંસલ કરવામાં 30 વર્ષ સુધીનો સમય લાગી શકે છે. એનએસઓના ડેટા પ્રમાણે, છેલ્લા એક દાયકામાં ભારતનો સાક્ષરતા દર 5 ટકા વધ્યો છે. જે 2023માં 77.7 ટકા નોંધાયો છે. 2060 સુધીમાં ભારત યુનિવર્સલ સાક્ષર દેશ બનશે, તેવો અંદાજ આપવામાં આવ્યો છે.  ગુજરાતમાં પુરૂષ સાક્ષરતા દર 92.81 ટકા અને સ્ત્રીમાં 74.8 ટકા સાથે કુલ 82.4 ટકા સાક્ષરતા દર છે. જે હજી પણ સ્ત્રી અને પુરૂષ શિક્ષણ વચ્ચે અસમાનતા દર્શાવે છે.

ગરીબી, દિકરીને ઓછુ અથવા નહિંવત્ત શિક્ષણ અને સંસાધનોના અભાવે આજે પણ અંદાજે 60 લાખ બાળકો શિક્ષણ મેળવી શકતા નથી.

કર્મા ફાઉન્ડેશનના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી પ્રિયાંશી પટેલે જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની આ દરમિયાનગીરી વૈશ્વિક સમજ ઊભી કરીને શિક્ષણમાં રહેલી અસમાનતા દુર કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમની પ્રતિબદ્ધતાએ આ બાળકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવાનું શરૂ કરી દીધું છે.”

આ છ વિદ્યાર્થીઓ માકુ મિયુરા (જાપાન), યુરા માએત્સુબો (જાપાન), અકાને સુમી (જાપાન), સુ મિંગ મિંગ (તાઇવાન), મિરેલ વસાઇલ (રોમાનિયા), સૌયુહોઇબ બેનયાસ્સી (મોરોક્કો) અલગ-અલગ પરિસ્થિતિમાંથી આવે છે અને દરેક વ્યક્તિ અનન્ય કૌશલ્ય અને ઉત્સાહ સાથે બાળકોને શિક્ષણ આપી રહ્યુ છે. એક વિદ્યાર્થી માકુ મિયુરાએ કહ્યું કે, “અમદાવાદના બાળકો સાથેના સંપર્કના અને શીખવાની ધગશથી અમને પ્રેરણા મળે છે. આ અનુભવથી મને શિક્ષણની જીવન બદલવાની ક્ષમતાનો ખ્યાલ આવ્યો અને આ પ્રયાસમાં ભાગ લેવા બદલ હું ધન્ય માનું છું.” 


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *