PM Modi Brunei Visit: વડાપ્રધાન મોદી સાઉથ એશિયાના દેશ બ્રુનેઇ અને સિંગાપોરની મુલકાત માટે રવાના થયા છે. પીએમ મોદીની આ મુલાકાતથી ભારતમાં બ્રુનેઇ ચર્ચામાં આવ્યો છે. આ દેશ રાજાશાહી અને કટ્ટરપંથી નિયમોના આધારે ઓળખાય છે. જ્યારે પણ બ્રુનેઇની વાત થાય છે ત્યારે સૌથી પહેલા ત્યાંના સુલતાનની ચર્ચા થાય છે, જે વિશ્વના સૌથી અમીર સુલતાન છે. તેમની પાસે હજારો ગાડીઓનું કલેક્શન છે અને તેઓ પોતાના લક્ઝુરિયસ મહેલમાં અતિ વૈભવશાળી જીવન જીવે છે. 

કોણ છે બ્રુનેઇના સુલતાન?

બ્રુનેઇના સુલતાનનું નામ હસનલ બોલ્કિયા છે. જેમની ગણતરી વિશ્વના સૌથી અમીર લોકોમાં થાય છે. બ્રુનેઇને વર્ષ 1984માં બ્રિટનથી સ્વતંત્રતા મળી હતી. ત્યાર પછી સુલતાન ઉમર અલી સૈફુદ્દીન ત્રીજો 5 ઑક્ટોબર 1967માં આ દેશના પ્રથમ રાજા બન્યા હતા. હવે હસનલ બોલ્કિયા લગભગ 59 વર્ષથી આ દેશના રાજા છે.

આ પણ વાંચોઃ નોર્વેની રાજકુમારીનો જાદૂગર જીવનસાથી, પ્રિન્સેસની કલ્પના જયારે હકિકત બની

સુલતાનનું વૈભવશાળી જીવન સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત

હસનલ બોલ્કિયા પોતાના વૈભવશાળી જીવન માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તેમના વૈભવશાળી જીવનમાં સૌથી ખાસ તેમનો મહેલ છે, જેમાં ઘણી વસ્તુઓ સોનાની બનેલી છે. આ ઉપરાતં તેમની પાસે એક પ્રાઇવેટ પ્લેન છે જેનું બહારનું સ્તર સોનાથી બનેલું છે. આ સાથે વિશ્વમાં સૌથી વધુ ગાડીઓનું કલેક્શન પણ તેમની પાસે જ છે. એક વાર સુલતાને તેમની દીકરીને એરબસ એ-340  ભેટમાં આપ્યું હતું. એક રિપોર્ટ મુજબ, સુલતાનની પાસે આશરે 30 બિલિયન (અબજ) ડૉલરની સંપત્તિ છે. 

શું છે મહેલની ખાસિયત?

1980ના દાયકામાં સુલતાન હસલઅલીએ વિશ્વનો સૌથી મોટો મહેલ બનાવ્યો હતો, જેમાં આજે વર્તમાન સુલતાન રહે છે. આ મહેલમાં 1770 રૂમ અને 257 વોશરૂમ છે અને વિશ્વનો સૌથી મોટો લક્ઝરી કાર ગેરેજ પણ આ જ મહેલમાં છે. 20 લાખ વર્ગ ફીટમાં ફેલાયેલા આ મહેલની ઘણી દિવાલો સોનાથી બનાવવામાં આવી છે, મહેલનો ગુંબજ 22 કેરેટ સોનાથી બનાવવામાં આવ્યો છે, ઘરના તમામ બેસિન પણ સોનાના બનેલા છે અને આ મહેલની કિંમત 2550 કરોડથી પણ વધુ છે.

આ પણ વાંચોઃ અમેરિકા પાસે સૌથી વધુ 8133.46 ટન સોનું, જાણો ભારત પાસે કેટલું સોનું છે ?

બ્રુનેઇ મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ

બ્રુનેઇ એ મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે, અહીં 80 ટકા મુસ્લિમ વસતી છે. બ્રુનેઇમાં આઝાદી પછીથી વિપક્ષની મંજૂરી આપવામાં આવી નથી અને ત્યાં કોઈ પ્રભાવશાળી સિવિલ સોસાયટી પણ નથી છે. ત્યાં અત્યારે પણ 1962માં જાહેર કરાયેલું ઇમરજન્સી શાસન ચાલે છે. જેથી આ દેશને સરમુખત્યાર દેશ ગણવામાં આવે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *