જસદણના દેવપરા ગામની વીડીમાં આવેલા ઐતિહાસિક
બીલીના ઝાડ સાથે દોરડું બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યોઃ મહંતનો મોબાઈલ, પર્સ અને પૈસા ગાયબઃ હત્યા કે આત્મહત્યા- તે અંગે પોલીસ દ્વારા તપાસ
કરી હતી. તેવા બીલીયા મહાદેવ મંદિરના મહંત ની મંદિરના પટાંગણમાં આવેલ બીલીના વૃક્ષ
સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાધેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સેવકગણોમાં શોક
ફરી વળ્યો હતો. જો કે તપાસ દરમિયાન મંદિરના મહંતનો મોબાઈલ, પર્સ અને પૈસા
જોવા નહી મળતાતપાસ હાથ ધરાઇ છે. હાલ જસદણ
પોલીસે હત્યા કરાઈ છે કે પછી મહંતે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે તેનું સાચું
કારણ જાણવા માટે વિવિધ દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ,
જસદણ તાલુકાના દેવપરા ગામની વીડીમાં આવેલ ઐતિહાસિક બીલીયા મહાદેવની જગ્યામાં
આશરે ૩૦ વર્ષથી રહેતા અને સેવાપૂજા કરતા ગણેશગીરીબાપુની મંદિરના પટાંગણમાં આવેલ
બીલીના વૃક્ષ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાધેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી
હતી. જો કે લટકતી લાશની નીચે એક પ્લાસ્ટિકની ખુરશી પણ આડી પડેલી જોવા મળી હતી. આ
બનાવમાં વહેલી સવારે મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓએ મહંતને લટકતા જોઈને તેમણે
તાત્કાલિક ગામના સરપંચ શિલ્પાબેન સદાદીયાના પતિ વિનુભાઈને જાણ કરતા વિનુભાઈ તેમજ
ગામના લોકો તાત્કાલિક મંદિરે દોડી ગયા હતા. અને આ ઘટનાની જાણ જસદણ પોલીસને કરતા
પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈ મહંતના મૃતદેહને પી.એમ.અર્થે જસદણની સરકારી હોસ્પીટલે
ખસેડી આગળની તજવીજ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે,
અંદાજે ૩૦ વર્ષ થયા મહાદેવની સેવા પૂજા કરતા ગણેશગીરીબાપુ વિનમ્ર અને સરળ સ્વભાવના હતા. આજુબાજુના ગામના
લોકોના જણાવ્યા મુજબ ગણેશગીરીબાપુએ કયારેય કોઈની પાસે હાથ લાંબો કર્યો ન હતો. તેઓ
કયારેક કોઈની પાસે કશું માંગતા નહીં અને મહાદેવના દર્શને આવતા સેવકગણ ભેટ-પૂજા
કરતા હોય તેમાંથી તેમનો જીવન નિર્વાહ ચલાવતા હતા.મંદિરની આજુબાજુ બહુ બધા બીલીના
ઝાડ હોય મંદિરનું નામ જ બીલીયા મહાદેવ પડી ગયું છે. હાલ બીલીયા મહાદેવ મંદિરના
મહંતના મૃતદેહને મંદિરના પટાંગણમાં જ ગ્રામજનો અને સેવકગણ દ્વારા શાોક્ત વિધિ સાથે
સમાધી આપવામાં આવી છે.