Image : Screen Grab

Maharastra pune Cricket news | મહારાષ્ટ્રના પુણેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ક્રિકેટ રમતા 11 વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. ખરેખર તો પુણેના લોહગાંવમાં ક્રિકેટ રમતી વખતે બાળકના પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગ્યો હતો જેના કારણે તેનું મોત થઈ ગયું.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ 

બાળકના મૃત્યુ બાદ ખળભળાટ મચી ગયો હતો. મૃતક છોકરાની ઓળખ શૌર્ય ઉર્ફે શંભુ કાલિદાસ ખાંડવે તરીકે થઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ દુર્ઘટના ગુરુવારે સર્જાઈ હતી. રિપોર્ટ અનુસાર શૌર્ય અન્ય મિત્રો સાથે ક્રિકેટ પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

શું હતી ઘટના? 

માહિતી મુજબ શૌર્ય બોલિંગ કરી રહ્યો હતો અને એક બાળક બેટિંગ કરી રહ્યો હતો. શૌર્યએ બોલ ફેંકતાની સાથે જ બેટ્સમેને બોલ સીધો શૌર્યની દિશામાં માર્યો અને તે તેના પ્રાઈવેટ પાર્ટને જોરથી વાગ્યો. જેના પછી થોડી વારમાં શૌર્ય જમીન પર ઢળી પડ્યો. ત્યારે અન્ય ખેલાડીઓ અને તેના મિત્રો તેની તરફ દોડી આવ્યા હતા. પહેલા તો મિત્રોને કંઈ ખબર ન પડી એટલે તેઓએ ક્રિકેટ રમતા અન્ય છોકરાઓને બોલાવીને શૌર્યને જોવા કહ્યું. શૌર્યને ઉપાડીને દવાખાને લઈ જવામાં આવ્યો પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. શૌર્ય ઉર્ફે શંભુનું મોત થયું હતું. આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધવામાં આવ્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *