Ebrahim Raisi Visit to Pakistan : ઈઝરાયેલ સાથે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસ પાકિસ્તાનની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં તેમણે ઈઝરાયેલને જાહેરમાં ચેતવણી આપતા કહ્યું કે, ‘ઈરાનની ધરતી પર કોઈપણ પ્રકારનો હુમલો કરાશે તો વર્તમાન સમયે ખતરનાક સ્થિતિ સર્જાશે. ઈરાને 13 એપ્રિલે ઈઝરાયેલ પર જવાબી હુમલો કરી સીરિયામાં ઈરાની દુતાવાસ પર થયેલા હુમલાનો બદલો લીધો છે. ઈઝરાયેલે દમાસ્કસમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પર કરેલો હુમલો આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ હતો.’

‘…તો અમે ઈઝરાયલનું નામોનિશાન મિટાવી દઈશું’

ઈરાની સમાચાર એજન્સી IRNAના જણાવ્યા મુજબ, રઈસે ઈઝરાયેલને ચેતવણી આપતા કહ્યું કે, ‘તે દમાસ્ક જેવી ભુલ ફરી ન કરે. જો ઈઝરાયેલ ઈરાન (Iran-Israel War) પર હુમલો કરશે તો અમે ઈઝરાયેલનું નામોનિશાન મિટાવી દઈશું.’ ઉલ્લેખનિય છે કે, સીરિયા (Syria)માં પહેલી એપ્રિલે ઈરાનના કોન્સુલેટ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઈરાનના બે જનરલ સહિત કુલ 13 લોકોના મોત થયા હતા.

રઈસે અમેરિકા-પશ્ચિમ દેશો પર સાધ્યુ નિશાન

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈ (Palestine)માં ચાલી રહેલા યુદ્ધ અંગે રઈસે કહ્યું કે, ‘ઈરાન અને પાકિસતાનના લોકો પેલેસ્ટાઈનનું સમર્થન કરે છે. ઈરાન ગર્વથી પેલેસ્ટાઈનનું રક્ષણ કરતું રહેશે. આજે અમેરિકા અને પશ્ચિમ દેશ જાહેરમાં માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. અમેરિકા (America) અને પશ્ચિમ દેશો ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટાઈલમાં કરાતી બાળકોની હત્યા અને નરસંહારના સમર્થક છે.

ઈરાનનો ઈઝરાયેલ પર વળતો પ્રહાર

પહેલી એપ્રિલે સીરિયા સ્થિત ઈરાની દતાવાસ પર થયેલા હુમલા બાદ ઈરાન ઈઝરાયેલ પર હુમલા કરવાની ધમકી આપી રહ્યું હતું. ત્યારે ઈરાને 13 એપ્રિલે ઈઝરાયેલ પર 300થી વધુ ડ્રોનથી હુમલા કર્યા હતા. આ ડ્રોનમાં કિલર ડ્રોનથી લઈને બેલેસ્ટિક મિસાઈલ અને ક્રૂઝ મિસાઈલો સામેલ હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *