image : Twitter
Iran Israel War : ઈઝરાયેલ અને તહેરાન વચ્ચે સર્જાયેલી સ્ફોટક પરિસ્થિતિમાં ગમે ત્યારે યુધ્ધનો ભડકો થવાની શક્યતાઓ છે.
તેમાં હવે અ્મેરિકાના એક અખબારે દાવો કર્યો છે કે, આગામી 48 કલાકમાં ઈઝરાયેલ પર ઈરાન હુમલો કરી શકે છે. આ હુમલો ઈઝરાયેલના દક્ષિણ અથવા ઉત્તર વિસ્તારમાં થશે.
આ અહેવાલમાં ઈરાનના નિર્ણય અંગે જાણકારી ધરાવતા એક વ્યક્તિના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે, ઈરાનની સરકાર અને સેના વચ્ચે ઈઝરાયેલ પર હુમલાની ચર્ચા થઈ છે અને આગામી બે દિવસમાં ઈરાન દ્વારા ઈઝરાયેલને ટાર્ગેટ બનાવી શકાય છે પણ તેના પર કોઈ આખરી નિર્ણય હજી લેવાયો નથી.
ઈઝરાયેલની સીરિયા સ્થિત કોન્સ્યુલેટ પર એર સ્ટ્રાઈક બાદ ઈરાન ધૂંધવાયેલુ છે અને ઈઝરાયેલને વળતો જવાબ આપવાની ધમકી આપી ચુકયુ છે.
ઈઝરાયેલમાં ડર ફેલાવવા માટે ઈરાનના ઈશારે સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ એકટ્વિ થઈ ગયા છે. જેમાં આગામી કલાકોમાં કેવી રીતે ઈરાન દ્વારા ઈઝરાયેલના હાઈફા એરપોર્ટ પર અને દક્ષિણમાં આવેલા ન્યુક્લિયર પ્લાન્ટ પર એટેક કરવામાં આવશે તેનુ ચિત્રણ કરતા વિડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે.
જોકે ઈરાનને એ પણ ડર છે કે, ઈઝરાયેલ પાસે ઈરાન દ્વારા લોન્ચ કરાયેલી મિસાઈલો તોડી પાડવાની ક્ષમતા છે અને એવુ થયુ તો વળતા જવાબમાં ઈઝરાયેલ ઈરાનના ઘણા સ્થળોને ટાર્ગેટ કરવાનુ પગલુ ભરી શકે છે.
આ પહેલા પમ ઈરાનની ધમકીના જવાબમાં ઈઝરાયેલ કહી ચુકયુ છે કે, જો અમને કોઈ પણ દેશ નુકસાન પહોંચાડશે તો અમે એ દેશને વળતુ નુકાસન પહોંચાડીશું.